Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)
Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)
![]() |
Pradhan mantri bima Fasal Yojna |
સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને કારણે આ વર્ષે ખેડૂતોના પાક માં ખૂબ જ મોટી નુકસાની થયેલી છે. આ ભારે થયેલા નુકસાનને કારણે તેનું વળતર મેળવવા માટે કેવા પગલાં લેવા જોઈએ એ અંગેની જાણકારી તથા તમામ વિગતો અહીં આપવામાં આવેલી છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયેલું છે ત્યારે મોટા ભાગના વિસ્તારમાં મગફળી તલ બાજરી કપાસ જેવા તમામ પાકો નિષ્ફળ ગયેલા છે. પરંતુ ખેડૂતો પાસે પૂરતી માહિતી ન હોવાને કારણે સરકાર પાસેથી તેમજ વીમા કંપની પાસેથી પૂરતું વળતર મેળવી શકતા નથી તો ચાલો જાણીએ કે વીમા કંપની પાસેથી વળતર કેવી રીતે મેળવવું.
PMFBY અંગે જાણો :-
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સમગ્ર ભારતમાં જાન્યુઆરી 2016થી કાર્યરત કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત દરેક ખેડૂત પોતાના પાક મા થયેલ નુકસાન વળતર મેળવી શકશે પરંતુ તે માટે પાક ધિરાણ લઈ નિશ્ચિત સમયગાળામાં પ્રીમિયમ કપાવાનું હોય છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત ખરીફ પાકમાં 2% ટકા અને રવિ પાકમાં 1.5% ટકા જેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે. પાક ધિરાણ નું પ્રિમીયમ ભરવા માટે તમે ઓનલાઇન અરજી કરી શકો છો. આ અરજી કર્યા બાદ અરજી ની બે નકલ લઇ બેંક અથવા સહકારી મંડળીમાં જમા કરાવવાની હોય છે જેમાંથી એક નકલ બેંક અથવા મંડળીના કર્મચારી સહી સિક્કા કરી તમને પરત કરશે.સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને કારણે આ વર્ષે ખેડૂતોના પાક માં ખૂબ જ મોટી નુકસાની થયેલી છે. આ ભારે થયેલા નુકસાનને કારણે તેનું વળતર મેળવવા માટે કેવા પગલાં લેવા જોઈએ એ અંગેની જાણકારી તથા તમામ વિગતો અહીં આપવામાં આવેલી છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયેલું છે ત્યારે મોટા ભાગના વિસ્તારમાં મગફળી તલ બાજરી કપાસ જેવા તમામ પાકો નિષ્ફળ ગયેલા છે. પરંતુ ખેડૂતો પાસે પૂરતી માહિતી ન હોવાને કારણે સરકાર પાસેથી તેમજ વીમા કંપની પાસેથી પૂરતું વળતર મેળવી શકતા નથી તો ચાલો જાણીએ કે વીમા કંપની પાસેથી વળતર કેવી રીતે મેળવવું.
અહીં એ નોંધવું જરૂરી છે કે જે ખેડૂત ખાતેદારે પાક ધિરાણ માં પ્રીમિયમ ભરેલું હશે તેમને જ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વળતર મળવાપાત્ર થાય છે પરંતુ જે ખેડૂત ખાતેદારે પ્રીમિયમ ભરેલું નથી તેઓ કોઈપણ પ્રકારનો વળતર અંગે નો હક કે દાવો કરી શકતા નથી.
આ યોજના અંતર્ગત ખેડૂતને ઉભા પાકમાં થયેલા નુકસાન તેમજ લણણી બાદ પણ અમુક સમય સુધી માં થયેલા નુકસાન ને આવરી લેવામાં આવેલું છે. વરસાદની અછતને કારણે નુકસાન થયું હોય ત્યારે અને વધુ વરસાદ થયો હોય ત્યારે થયેલા નુકસાનનો પણ આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર છે. આ ઉપરાંત પાક મા આવતા વિવિધ રોગોને કારણે થયેલા નુકસાનને પણ વળતર મળવાપાત્ર છે.
ચાલું વર્ષમાં વધુ વરસાદ પડેલ હોવાથી પાકમાં થયેલ નુકસાનનું પણ વળતર મળવાપાત્ર થાય છે પરંતુ પાકમાં થયેલ નુકસાન અંગેની સમયસર જાણ કરવાની હોય છે અને જરૂરી કાર્યવાહી કરવાની હોય છે. વધુ માહિતી માટે તમારા તાલુકામાં અને તમારા વિસ્તારમાં કાર્યરત ગ્રામ સેવક ની મુલાકાત લઈ શકો છો.
પાક માં થયેલ નુકશાન અંગે ની જાણ કેવીરીતે કરશો??
હવે પાક અને રવિ પાક માં થયેલા નુકસાન ની જાણ 24 કલાકની અંદર અને વધુમાં વધુ ૭૨ કલાક એટલે કે ત્રણ દિવસ ની અંદર જાણ કરવાની હોય છે. પાકમાં થયેલ નુકસાન ની જાણ કરવા માટે ખેડૂત ગ્રામ સેવક નો સંપર્ક કરી શકે છે અથવા તો જે તે વીમા કંપનીના નિયુક્ત કરેલ અધિકારી ને જાણ કરી શકે છે. દરેક વીમા કંપની આ માટે ગુજરાત રાજ્યના દરેક તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ અધિકારી નિયુક્ત કરેલ છે. આની અધિકારીને પાક.માં થયેલા નુકસાન અંગે લેખિતમાં જાણ કરવાની હોય છે તેમજ નુકસાન અંગે ના ફોટોગ્રાફ્સ પણ રજુ કરવાના હોય છે.આ ઉપરાંત પાકમાં થયેલ નુકસાન અંગેની જાણકારી વીમા કંપનીના કસ્ટમર કેર નંબર અથવા ટોલ ફ્રી નંબર દ્વારા આપી શકાય છે. પરંતુ તમારા વિસ્તારમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કઈ વીમા કંપની કાર્યરત છે તે જાણવું પડે.
ગુજરાત રાજ્યમાં PMFBY માટેના કલસ્ટર (વિભાગો) :-
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્ય ને જુદાજુદા 6 ક્લસ્ટર માં વિભાજન કરેલ છે. આગલા સ્તર માટેનું ટેબલ નીચે નીચે આપેલ છે તે પરથી તમારું ક્લસ્ટર જાણીલો. આ જુદા જુદા 6 ક્લસ્ટર ની વહેચણી જુદી જુદી 4 વીમા કંપની માં કરવામાં આવેલ છે.
તમારા વિસ્તારમાં કઈ વીમા કંપની કાર્યરત છે તે જાણવા અહી click કરો
ગુજરાત રાજ્યમાં PMFBY માટેની કાર્યરત વીમા-કંપનીઓ :-
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માં ગુજરાત રાજ્યમાં જુદી જુદી વીમા કંપનીઓ કાર્યરત છે જેની વિગત નીચે પ્રમાણે છે. આ દરેક વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પણ આપેલ છે જેના દ્વારા તમે ફોન કરીને પાકમાં થયેલા નુકસાન અંગે માહિતગાર કરી શકશો.
- AGRICULTURE INSURANCE COMPANY ( Toll free No. 1800116515)
- BHARTI AXA GENERAL INSURANCE COMPANY LTD. ( Toll free No. 18001032292)
- RELIANCE GENERAL INSURANCE CO. LTD. ( Toll free No. 180030024088)
- UNIVERSAL SOMPO GENERAL INSURANCE COMPANY ( Toll free No. 18002005142)
કેટલીક અગત્યની જાણકારી :-
- સૌપ્રથમ પાક.માં થયેલા નુકસાન અંગે ના ફોટાગ્રાફ લઇ લેવા
- તમારા વિસ્તારમાં જે વીમા કંપની કાર્યરત હોય તે વીમા કંપનીને ટોલ ફ્રી નંબર પર 24 કલાક અને વધુ માં વધુ 72 કલાક માં જાણ કરવી
- જાણ કરતી વખતે ભરેલા પ્રીમિયમ ની કોપી સાથે રાખવી જેથી કરીને તમારો અરજી નંબર, સર્વે નંબર વગેરે નોંધણી કરાવી શકાય.
- ટોલ ફ્રી નંબર માં કોલ કરી તમારો પ્રીમિયમ ભરેલ ફોર્મ નો અરજી નંબર આપો અને કમ્પ્લેન નોંધણી કરાવો.
- તમે કરેલ કમ્પ્લેન અંગેનો કમ્પ્લેન નંબર કસ્ટમર કેર અધિકારી પાસેથી જરૂરથી મેળવી લેવો જે ભવિષ્યમાં વળતર મેળવવા માટે કામ લાગશે.
- તમે કરેલી કમ્પ્લેન ના આધારે જે તે વીમા કંપની યોગ્ય કાર્યવાહી કરી જરૂર જણાય તો સ્થળ તપાસ કરી ખાતરી કરીને થયેલા નુકસાન અનુસાર વળતર આપવા માટે કાર્યવાહી કરશે.
કેટલીક અગત્યની ફાઈલો અને વેબસાઈટ :-
- PMFBY ગુજરાત રાજ્ય ગાંધીનગર પરિપત્ર તારીખ 04/07/2019 :: CLICK HERE
- PMFBY ઓફિસિયલ Website :: pmfby.gov.in
- PMFBY વીમા કંપનીઓની દરેક તાલુકા જીલ્લામાં સંપર્ક કરવા ઑફિસનું સરનામું :: CLICK HERE
Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)
Reviewed by Prem Dabhi
on
October 02, 2019
Rating:

No comments: